
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઊભા રહેશે. આ દરમિયાન અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ભારતની સાથે રહેશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તુલસી ગબાર્ડે કહ્યું કે અમે પહેલગામમાં 26 હિંદુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાને પગલે ભારત સાથે એકજૂટતા સાથે ઊભા છીએ. તેમણે કહ્યું, “મારી પ્રાર્થના અને ઊંડી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકોની સાથે છીએ. અમે તમારી સાથે છીએ અને આ ઘૃણાસ્પદ હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં તમને સમર્થન આપીએ છીએ.”
તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી બર્બર હુમલો છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને મારવામાં આવ્યા હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ ભારતે પાકિસ્તાન પર અનેક નિયંત્રણો પણ લગાવ્યા છે.
નોંધનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે પહેલગામ આતંકી હુમલા વિશે પૂછનાર પાકિસ્તાની પત્રકારને સાંભળવાનો ઇનકાર કર્યાના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. બ્રુસે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતની સાથે છે અને આતંકવાદના તમામ કૃત્યોની સખત નિંદા કરે છે. અમે માર્યા ગયેલા લોકો અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ.”
આ પણ વાંચો, Horoscope: આ 2 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો કેવો રહેશે અન્ય લોકોનો શનિવાર
