Site icon Time News

એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર

1 ઓગસ્ટ, 2025થી દેશમાં રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખર્ચ, ટ્રાન્જેક્શન અને બજેટ પર પડી શકે છે. ભલે તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો, SBI ક્રેડિટ કાર્ડ ધરાવો છો, આ બધા મોરચે નિયમો બદલાવાના છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), બેન્કિંગ નિયમનકાર RBI અને તેલ કંપનીઓ તરફથી આવી રહેલા આ ફેરફારો અંગે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.

1 ઓગસ્ટથી UPI નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે. હવે જો તમે Paytm, PhonePe અથવા Google Pay જેવી એપ્લિકેશનો દ્વારા દિવસભર ટ્રાન્જેક્શન કરો છો તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.

NPCI અનુસાર, આ ફેરફારો સિસ્ટમને ઝડપી અને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે, જેથી નેટવર્ક પર બિનજરૂરી લોડ ન વધે.

જો તમે SBIના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો તો ઓગસ્ટથી તમારા મફત વીમા કવરમાં મોટો ફેરફાર થવાનો છે. SBIએ ઘણા ELITE અને PRIME કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ કાર્ડ્સ પર 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું વીમા કવર ઉપલબ્ધ હતું, પરંતુ હવે આ સુવિધા બંધ કરવામાં આવશે. આ ફેરફાર SBI-UCO, સેન્ટ્રલ બેન્ક, કરુર વૈશ્ય બેન્ક અને PSB ના ભાગીદાર કાર્ડ્સ પર લાગુ થશે.

દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. જૂલાઈમાં કોમર્શિયલ સિલિન્ડર 60 રૂપિયા સસ્તા થયા હતા પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલુ ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. જો કિંમતો ઘટે છે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે.

આ પણ વાંચો, આજે શ્રાવણનો પહેલો સોમવાર,સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version