Site icon Time News

Unseasonal rain: કમોસમી વરસાદે ગુજરાતમાં 14 લોકોનો ભોગ લીધો, ક્યાં થયા સૌથી વધુ મોત ? 

ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે, છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠુ થયુ છે, ગઇકાલે થયેલા માવઠાથી લોકોને મોટો માર પહોચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, 53 તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી 14 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડા અલગ-અલગ જગ્યાના છે. આમાં સૌથી વધુ 4 મોત ઝાડ પડવાથી થયા છે.

ગઇકાલે 53 તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, સાંજે 6 વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે રાજ્યમાં જાન-માલની ભારે હાનિ પહોંચાડી છે. હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજયમાં 14 લોકોના મોત થયા છે. આ 14 લોકોમાં કયા જિલ્લાના કેટલા લોકોના મોત થયા છે તેની વિગતો અહીં આપવામાં આવી છે. ગુજરાતમાં જ 14 લોકોના મોત થયા છે તેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, 1 વ્યકિતનું મોત દિવાલ પડવાથી, 1નું મકાન તૂટી પડવાથી, 1નું છત તૂટી પડવાથી, 2નું કરંટ લાગવાથી અને 1નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે.

કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે, સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે.. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને પગલે 9 લોકોના મોત થયા છે તો મહેસાણામાં 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે.. વીજપોલ ધ્વસ્ત થઇ ગયા છે અને હોર્ડિંગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે.

આ પણ વાંચો, Mock drill: આવતીકાલે રાજ્યના 15 જિલ્લામાં યોજાશે મોકડ્રીલ, જાણો તમામ જિલ્લાઓના નામ?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version