
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 15 અને 16 મેના રોજ વતન અમદાવાદની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ શહેરના નવનિયુક્ત કાઉન્સિલરો સાથે વિશેષ મુલાકાત કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ અલગ અલગ વિકાસલક્ષી કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે.
આ મુલાકાતમાં શહેરના વિકાસ, સ્થાનિક સરકાર અને સહકારિતા ક્ષેત્રના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. અમિત શાહની આ મુલાકાતને રાજકીય અને વહીવટી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિગતવાર કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.
