
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાત માટે મિશ્ર હવામાન જોવા મળવાની શક્યતા છે. એમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગરમીનો જોર યથાવત્ રહેશે. દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સંભાવના છે અને તેમાં પવનની ગતિ પણ ઉંચી રહેશે. એટલે કે, ગરમી સાથે હવાની તીવ્રતા પણ અનુભવાશે.
આવનાર 5 થી 9 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. અચાનક પડતા વરસાદના કારણે શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતોએ પણ આ સમયગાળામાં ખેતી સંબંધિત કામગીરીમાં સાવધાની રાખવી જરૂરી છે.અંબાલાલ પટેલે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 જૂન સુધી વરસાદ થવાની આગાહી કરી છે. આથી દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ થવાનું શરૂ થઈ જશે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 12 જૂન પછી વરસાદ શરૂ થવાની શક્યતા છે. આ તારીખ પછી ધીમે ધીમે વરસાદનું જોર વધી શકે છે.
આ પણ વાંચો, http://PM Modi: ‘ભારતીય સેનાનું પરાક્રમ જોઇને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી’, કાનપુરમાં PM મોદી
