Site icon Time News

હાયેટસ હર્નિયા અને GERD ને સમજીએ,વારંવાર થતી એસિડિટી ને અવગણશો નહીં:ડૉ. તપન અતુલકુમાર શાહ (MS (Gen Surg), FMAS, FICS (USA), FALS (UGI & Robotics)Fellow Gastro surgery (Germany))

ઘણા લોકો વારંવાર છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, મોઢામાં ખાટો સ્વાદ અથવા ગળામાં સતત ખારાશ જેવી સમસ્યાઓનો અનુભવ કરે છે. ઘણીવાર તેને સામાન્ય એસિડિટી અથવા અપચો માનીને અવગણવામાં આવે છે, પરંતુ તેના પાછળ GERD (ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ) અથવા હાયેટસ હર્નિયા જવાબદાર હોઈ શકે છે.

આ રોગોને સમયસર ઓળખવાથી ગંભીર તકલીફો અને ભવિષ્યની જટિલતાઓથી બચી શકાય છે.

GERD શું છે?

GERD (Gastroesophageal Reflux Disease) એ એવી સ્થિતિ છે જેમાં પેટનું એસિડ વારંવાર અન્નનળી (Food Pipe / Esophagus) માં પાછું ચઢી આવે છે.

સામાન્ય રીતે અન્નનળી અને પેટની વચ્ચે આવેલું વાલ્વ Lower Esophageal Sphincter (LES) પેટની સામગ્રીને ઉપર જતી અટકાવે છે. જ્યારે આ વાલ્વ નબળું પડે છે અથવા યોગ્ય રીતે બંધ થતું નથી ત્યારે એસિડ રિફ્લક્સ થાય છે.

GERD ના સામાન્ય લક્ષણો

લક્ષણો ક્યારે વધારે થાય છે?

હાયેટસ હર્નિયા શું છે?

હાયેટસ હર્નિયા એ એવી સ્થિતિ છે જેમાં પેટનો ઉપરનો ભાગ ડાયાફ્રાગ્મના છિદ્ર (Hiatus) માંથી સરકીને છાતીમાં આવી જાય છે.

ડાયાફ્રાગ્મમાં અન્નનળી પસાર થવા માટે એક કુદરતી છિદ્ર હોય છે. જ્યારે આ છિદ્ર મોટું થઈ જાય છે ત્યારે પેટનો ભાગ ઉપર સરકી જાય છે.

હાયેટસ હર્નિયાના પ્રકાર

  1. સ્લાઇડિંગ હાયેટસ હર્નિયા

સૌથી સામાન્ય પ્રકાર. પેટ અને અન્નનળીનું જોડાણ છાતીની અંદર સરકી જાય છે.

  1. પેરાએસોફેજિયલ હર્નિયા

ઓછું જોવા મળે છે પરંતુ વધુ ગંભીર હોઈ શકે છે. પેટનો ભાગ અન્નનળીની બાજુમાં ઉપર આવી જાય છે અને ક્યારેક ફસાઈ પણ શકે છે.

હાયેટસ હર્નિયા અને GERD વચ્ચેનો સંબંધ

હાયેટસ હર્નિયા શરીરની કુદરતી Anti-Reflux વ્યવસ્થાને નબળી બનાવે છે અને GERD ને પ્રોત્સાહન આપે છે.

જ્યારે પેટનો ભાગ છાતીમાં સરકે છે:

ઘણા લાંબા સમયથી GERD ધરાવતા દર્દીઓમાં હાયેટસ હર્નિયા પણ જોવા મળે છે.

જોખમ વધારતા પરિબળો

નિદાન કેવી રીતે થાય?

Upper GI Endoscopy

સૌથી મહત્વની તપાસ, જેના દ્વારા જાણી શકાય:

Barium Swallow Test

હર્નિયા અને રિફ્લક્સને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

Esophageal Manometry

અન્નનળી અને LES ની કાર્યક્ષમતા માપે છે.

24-Hour pH Monitoring

અન્નનળીમાં એસિડનું પ્રમાણ માપે છે.

સારવાર ન કરાવવાથી થતી જટિલતાઓ

Esophagitis

અન્નનળીમાં સોજો અને બળતરા.

Ulcer Formation

અન્નનળીમાં ઘા પડી શકે છે.

Stricture

અન્નનળી સાંકડી થઈ જવાથી ગળવામાં મુશ્કેલી થઈ શકે છે.

Barrett’s Esophagus

લાંબા સમય સુધી એસિડ રિફ્લક્સ રહેવાને કારણે અન્નનળીમાં પૂર્વ-કૅન્સર જેવા ફેરફારો થઈ શકે છે.

Esophageal Cancer નું વધેલું જોખમ

Barrett’s Esophagus ધરાવતા થોડા દર્દીઓમાં ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા વધી શકે છે.

સારવાર

જીવનશૈલીમાં ફેરફાર

દવાઓ દ્વારા સારવાર

ડૉક્ટર નીચેની દવાઓ આપી શકે:

આ દવાઓ એસિડનું ઉત્પાદન ઘટાડે છે અને લક્ષણોમાં રાહત આપે છે.

સર્જરી ક્યારે જરૂરી બને?

નીચેની પરિસ્થિતિઓમાં સર્જરીની જરૂર પડી શકે:

લેપ્રોસ્કોપિક એન્ટી-રિફ્લક્સ સર્જરી

આધુનિક સારવારમાં Laparoscopic Hiatus Hernia Repair with Fundoplication કરવામાં આવે છે.

ફાયદા

વારંવાર થતી એસિડિટી હંમેશા સામાન્ય સમસ્યા નથી. સતત છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, ઉધરસ અથવા ગળાની તકલીફો GERD અથવા હાયેટસ હર્નિયાના સંકેત હોઈ શકે છે.

સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા ગંભીર જટિલતાઓથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.

જો તમને વારંવાર આવા લક્ષણો થાય છે, તો ગેસ્ટ્રો અથવા લેપ્રોસ્કોપિક સર્જનની સલાહ લેવી જરૂરી છે.

Exit mobile version