Site icon Time News

Monsoon update: રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક  જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ,  બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા,  આણંદ, ભરૂચ,  પંચમહાલ, જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં આજે જોરદાર વરસાદ વરસી શકે છે.  

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. 

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ રહેશે.

પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ,  સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

25 જૂન સુધી ભારે વરસાદી આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં હાલ મોનસૂન સતત સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટફ રેખા  ઓફ શૉરેખા સક્રિય છે. 

આ પણ વાંચો, આ પાંચ રાશિના જાતકો થઈ જાય સતર્ક,બાકીના જાતકોનો કેવો રહેશે દિવસ જાણો અહીં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version