Site icon Time News

Stock market: ટ્રમ્પના ટેરિફ એટેકથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 931 પોઈન્ટનો કડાકો

બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી નીચલા સ્તરથી લગભગ 300 પોઈન્ટ સુધરીને 51800 ને પાર કરી ગયો. નિફ્ટી 23000 ની નીચે સરકી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં ફાર્મા પર ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ફાર્મા પર અભૂતપૂર્વ ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પની જાહેરાતને કારણે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 4% ઘટ્યો છે. આજે મેટલ શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો.

સેન્સેક્સ-નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. FMCG સિવાય, BSE ના તમામ ક્ષેત્ર સૂચકાંકોમાં ઘટાડો થયો. મેટલ, ફાર્મા, ઓઇલ અને ગેસ ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો થયો. આઇટી, રિયલ્ટી, પીએસઈ શેરોમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી બેંક થોડા ઘટાડા સાથે બંધ થયો.

ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 93૦.67 પોઈન્ટ અથવા 1.22 ટકા ઘટીને 75,364.69 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 345.65 પોઈન્ટ અથવા 1.49 ટકા ઘટીને 22,904.45 પર બંધ થયો.

આ પણ વાંચો, PM Modi in Bangkok: બેંગકોકમાં PM મોદી અને મો. યુનુસ વચ્ચે થઈ મુલાકાત, શું બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો સુધરશે?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version