Site icon Time News

રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એક જ પરિવારના 3 લોકો ડૂબતાં મૃત્યુ

રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસેના જળાશયમાં ડુબતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. જળાશયમાં ગણેશજીની પ્રતિમા પધરાવવા ગયેલા પિતા-પુત્ર સહિત 3 લોકો અંદાજે 20થી 22 ફૂટ જેટલા ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા.ઊંડા પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવનારા ત્રણેય મૃતકોની ઓળખ નયનભાઈ ચૌહાણ, ધીરુભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ચૌહાણ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતકો એક જ ચૌહાણ પરિવારના હોવાનું સામે આવ્યું છે, ધીરુભાઈ અને નયનભાઈ બાપ-દીકરો અને નરેન્દ્ર ધીરુભાઈનો ભત્રીજો છે. વિસર્જનની ધાર્મિક વિધિ વેળાએ અચાનક પગ લપસી જતાં કે પાણીના ઊંડાણમાં ખેંચાઈ જતાં આ ત્રણેય ડૂબી ગયા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.

રાજકોટ શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવના પાવન પર્વ વચ્ચે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના 3 સભ્યોના પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ સાંજના સમયે કુવાડવા રોડ પર અજય વે બ્રિજની બરાબર સામે અને ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા જળાશયમાં આ ગોઝારી દુર્ઘટના બની હતી. ગણેશજીની પ્રતિમા પધરાવવા ગયેલા પિતા-પુત્ર અને ભત્રીજો અંદાજે 20 થી 22 ફૂટ જેટલા ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયા હતા. તહેવારના ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ સર્જાયો છે.

પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવનારા ત્રણેય મૃતકોની ઓળખ ચૌહાણ પરિવારના સભ્યો તરીકે થઈ છે. જેમાં ધીરુભાઈ ભલાભાઈ ચૌહાણ, તેમના પુત્ર નયનભાઈ ધીરુભાઈ ચૌહાણ અને ધીરુભાઈના ભત્રીજા નરેન્દ્રભાઈ મગનભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો રાણપુર રોડ પર આવેલી શિવધારા રેસિડેન્સી, શેરી નંબર 6 ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, વિસર્જનની ધાર્મિક વિધિ કરતી વેળાએ અચાનક પગ લપસી જતાં કે પાણીના ઊંડાણમાં ખેંચાઈ જવાના કારણે આ 3 વ્યક્તિઓ ડૂબી ગઈ હતી. એક જ ચૌહાણ પરિવારના 3 યુવાન અને મોભી સભ્યોના અણધાર્યા અવસાનથી પરિવારજનોમાં ભારે કલ્પાંત ફેલાઈ ગયો છે.

Exit mobile version