Site icon Time News

હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત

હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દાંડિયારાસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. નવરાત્રિના જશ્ન વચ્ચે ચારે તરફ મરણચીસો અને કરૂણ આંક્રદ મોતનો માતમ છવાઇ ગયું. વિદ્યાર્થીઓ રાસોત્સવની મોજ માણી રહ્યા હતા ત્યારે જ ઓચિંતા ભારે ભરખમ લાઈટિંગ પોલ ધડામ થઈ નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓના સ્થળ પર જ મોત થયા. તો પાંચેક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. દુર્ઘટના હૈદરાબાદની નજીક નાદેરગુલ સ્થિત કોલેજમાં બની હતી. દુર્ઘટના બાદ કોલેજ પરિસરમાં અફરા-તફરી મચી ગઈ હતી, અન્ય વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફે તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં 14 અન્ય લોકો ઘાયલ થયા છે, પરંતુ તેઓ ખતરાની બહાર છે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વિદ્યાર્થીના મૃત્યુ અને અન્ય લોકોને થયેલી ઇજાઓ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યાં છે.

તેમણે અધિકારીઓને આ અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન, બંગાળમાં, દુર્ગા પૂજા પંડાલમાં થયેલી ભાગદોડમાં 17 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે.

Exit mobile version