Site icon Time News

Announcement of by-election: ચાર રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, ચૂંટણી પંચે સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું

દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી પંચે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી છે.

આ પાંચેય બેઠકો પર 19 જૂને મતદાન થશે. મતગણતરી 23 જૂને થશે.

ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 26મી તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થશે. કેન્દ્રીય ચૂંટણીપંચે સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે.

બન્ને બેઠકો પર 19 જૂને મતદાન

બન્ને બેઠકો પર 19 જૂને મતદાન યોજાવાનું છે. 23 જૂને મત ગણતરી યોજાશે. આ બન્ને બેઠકો પર ત્રિપાંખીયો જંગ યોજાશે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ આ બન્ને બેઠકો જીતવા માટે તડામાર તૈયારી આરંભી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીને લઈને તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો, Horoscope: બારે રાશિના જાતકો જાણો કેવો રહેશે આજે તમામ રાશિના જાતકોનો રવિવાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version