Site icon Time News

 આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ; જાણો કેવી રીતે જોઈ શકાશે રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 4 મે 2026ના રોજ લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. વર્ષ 2026ની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સવારે 10:00 કલાકે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં પરિણામોની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ બોર્ડની વેબસાઇટ પર પરિણામ લાઈવ મુકાશે.

•વિદ્યાર્થીઓ www.gseb.org પર જઈને પોતાનો 6 કે 7 આંકડાનો સીટ નંબર એન્ટર કરીને સ્કોરકાર્ડ જોઈ શકશે.

•ઇન્ટરનેટની સમસ્યા હોય તો મોબાઈલ દ્વારા પણ પરિણામ મેળવી શકાશે.

•વિજ્ઞાન પ્રવાહ માટે GJ12S [સીટ નંબર] ટાઈપ કરી 58888111 પર મોકલો.

•સામાન્ય પ્રવાહ માટે  GJ12G [સીટ નંબર] ટાઈપ કરી 58888111 પર મોકલો.

•વોટ્સએપ નંબર  6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકાશે

વર્ષ 2026માં રાજ્યભરમાંથી અંદાજે 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ-12ની બોર્ડ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહ માટે યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે,  પરિણામ જાહેર થયા બાદ એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે મેરિટ લિસ્ટની પ્રક્રિયા શરૂ થશે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને માત્ર અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવા અને છેતરપિંડી કરતી બિનસત્તાવાર લિંક્સથી સાવધ રહેવા સલાહ આપી છે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

Exit mobile version