Site icon Time News

Rath Yatra 2025: આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, ભક્તો ભાવવિભોર

અમદાવાદમાં છેલ્લા 148 વરસથી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી નગર ચર્યાએ નીકળે છે. તેની ઉજવણીના ભાગરૂપે રથયાત્રાનું આયોજન થાય છે, હવે જ્યારે રથયાત્રાને આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રથયાત્રા પૂર્વેની તૈયારીઓ જોરશોરમાં ચાલુ થઈ ગઈ છે. રથયાત્રા પહેલા રથયાત્રા પહેલા પ્રભુ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. જેની આજે ઉજવણી થઈ રહી છે.

ભગવાન મામાના ઘરેથી પરત ફર્યા છે અને સવારે 6 વાગ્યાથી પૂજા વિધિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના નેતાઓ જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ પણ કરી હતી.

અમદાવાદમાં આસ્થા, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નીકળનારી ભગવાન જગન્નાથજી ની 148મી રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈ ગુજરાત રાજ્યની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.

રથયાત્રા પહેલા પ્રભુ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.

27 જૂનના રોજ રથયાત્રા પ્રસંગે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે આજે પણ અમદાવાદમાં સવારથી જ વરસાદની સ્થિતિ હોવા છતાં ભક્તો મોસાળેથી પરત ફરેલા જગન્નાથજીન દર્શને પહોંચ્યા હતા. રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિરે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ પણ કરશે.

ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી આજે મામાના ઘરે 15 દિવસના રોકાણ બાદ નિજ મંદિરમાં પધાર્યા છે. મંદિરમાં ભગવાન બિરાજતાં જ સવારથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. નેત્ર ઉત્સવની વિધિમાં વિશેષ પુજા અને મંત્રોચ્ચાર અને ભગવવાનની આખોમાં પાટા બાંધવામાં આવ્યા હતા.જેને નેત્રઉત્સવની વિધિ કહેવામાં આવે છે.

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બળભદ્ર 15 દિવસ માટે મોસાળમાં જાય છે. જ્યાં તેઓ મોસાળમાં જાંબુ અને કેરી વધુ પ્રમાણમાં આરોગે છે જેથી તેમને આંખો આવે છે. અને તેઓ બીમાર પડ્યા હોવાથી ભગવાનની વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર સાથે ચંદનના લેપ સાથેના પાટા ભગવાનની આંખો પર બાંધવામાં આવે છે જેને નેત્રોત્સવવિધિ કહેવાય છે. હવે ઔષધિઓથી તેમને સ્વસ્થ કરાશે. ભગવાનની આંખ પર જે પાટા બાંધવામાં આવે છે તેને ઉપેનાં કહેવાય છે.

આ પણ વાંચો, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 275 લોકોના મોત: ગુજરાત આરોગ્ય વિભાગ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version