Site icon Time News

18 માર્ચ 2026: મેષ રાશિને થશે બખ્ખાં, સિંહનો ચમકશે સિતારો; જાણો તમામ 12 રાશિઓનો હાલ

  1. મેષ (Aries) આજનો દિવસ તમારા માટે એકદમ શુભ રહેશે. વેપારમાં મોટો આર્થિક લાભ થઈ શકે છે, જેનાથી તમારી આવક વધશે અને સમાજમાં માન-સન્માન પણ મળશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.
  1. વૃષભ (Taurus) તમારા માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે, બસ કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળજો.
  1. મિથુન (Gemini) દિવસ એકદમ તમારા પક્ષમાં રહેશે. મિત્રો સાથે સારો સમય વિતાવવાની તક મળશે અને ઓફિસના કામમાં પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે.
  1. કર્ક (Cancer) તમારે થોડું સંભાળીને ચાલવાની જરૂર છે. ખાસ કરીને ઓફિસમાં ચાલતા રાજકારણથી બને તેટલા દૂર રહેજો.
  1. સિંહ (Leo) તમારો સિતારો ચમકવાનો છે. તમારી સખત મહેનત અને પ્રામાણિકતાના બહુ સારા પરિણામો મળશે અને સમાજમાં તમારો દબદબો વધશે.
  1. કન્યા (Virgo) તમારા માટે દિવસ એકદમ અનુકૂળ છે. પાર્ટનર સાથે સંબંધો મજબૂત બનશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે.
  1. તુલા (Libra) તમને તમારા જીવનસાથી તરફથી કોઈ આર્થિક મદદ મળી શકે છે.
  1. વૃશ્ચિક (Scorpio) તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. ધંધામાં સારો એવો લાભ થશે અને પરિવારમાં પણ હાસ્ય-ખુશીનો માહોલ રહેશે.
  1. ધનુ (Sagittarius) તમે આખો દિવસ એકદમ ઉર્જા અને જોશથી ભરેલા રહેશો. કોઈ લાંબી મુસાફરીનો યોગ બની રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
  1. મકર (Capricorn) દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે, પરંતુ કામની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી રાખવી પડશે.
  1. કુંભ (Aquarius) તમારા માટે દિવસ ઘણો સારો રહેશે. પરિવાર અને સમાજના કામોમાં તમે ખૂબ જ એક્ટિવ રહેશો અને આગળ પડતો ભાગ ભજવશો.
  1. મીન (Pisces) આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત અને દોડધામવાળો રહી શકે છે. મહેનત કરશો તો પૈસા મળશે, પણ સાથે ખર્ચાઓ પણ વધશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં 18 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે : હવામાન વિભાગની આગાહી

Exit mobile version