Site icon Time News

મંગળવાર આ 5 રાશિ માટે નિવડશે ફળદાયી, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ

મેષ (Aries) – The Sun-આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને આર્થિક નિર્ણયો માટે દિવસ ઉત્તમ છે. જો કોઈની પાસેથી ઉધાર લીધું હોય, તો તે પરત કરવાની માંગ આવી શકે છે.

2/12

વૃષભ (Taurus) – Wheel of Fortune-મૂડી રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ યાત્રા દરમિયાન થોડો તણાવ રહેવાની શક્યતા છે. કૌટુંબિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.

3/12

મિથુન (Gemini) – The Star-તમને આજે માનસિક શાંતિનો અનુભવ થશે. અટકેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને રોકાણના મામલે ઉતાવળ ન કરવી. માતાના આશીર્વાદ ફળશે.

4/12

કર્ક (Cancer) – The Moon-જૂની યાદો આજે તાજી થઈ શકે છે. નાણાકીય બાબતોમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે.

5/12

સિંહ (Leo) – The Chariot-વેપારમાં ભાગીદારીથી લાભ થવાના યોગ છે. ખાવા-પીવામાં સંયમ રાખવો જરૂરી છે, નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રવાસ માટે આજનો દિવસ અનુકૂળ છે.

6/12

કન્યા (Virgo) – Page of Swords-પરિવારમાં લગ્ન કે અન્ય બાબતે ચર્ચા થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને વિવાદોથી દૂર રહેવું. કોઈની વાતોમાં આવીને ખોટા નિર્ણયો લેવાથી બચવું.

7/12

તુલા (Libra) – Two of Pentacles-આજે તમારે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે.

8/12

વૃશ્ચિક (Scorpio) – Ten of Wands-વધારે પડતી જવાબદારીઓને કારણે તમે થાક અનુભવી શકો છો. તમારી ક્ષમતા મુજબ જ કામ હાથમાં લેવું. શત્રુઓ પરાજિત થશે અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થશે.

9/12

ધન (Sagittarius) – Knight of Cups-નવા લોકો સાથેનો પરિચય લાભદાયી રહેશે. માતૃ પક્ષ તરફથી આર્થિક મદદ મળી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. દિવસ રોમેન્ટિક રહેશે.

10/12

મકર (Capricorn) – Nine of Pentacles-લાંબા સમયથી દબાયેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. પ્રતિભાશાળી વ્યક્તિ સાથેની મુલાકાત કરિયરમાં મદદરૂપ થશે. ખર્ચ પર કાબૂ રાખવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

11/12

કુંભ (Aquarius) – The Fool-તમે આજે કંઈક નવું શરૂ કરવા માટે ઉત્સાહિત રહેશો. ઉતાવળમાં લીધેલો નિર્ણય મુશ્કેલી ઉભી કરી શકે છે, તેથી સમજી-વિચારીને ડગલાં ભરવા. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

12/12

મીન (Pisces) – The High Priestess-તમારી અંતરઆત્માનો અવાજ (Gut Feeling) આજે ખૂબ જ મજબૂત રહેશે. રહસ્યમયી વિદ્યાઓ તરફ રુચિ વધશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

Exit mobile version