
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 નો જંગ હવે બરાબરનો જામ્યો છે. મંગળવારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના તમામ 291 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની યાદી એકસાથે જાહેર કરી દીધી છે. આ સાથે જ સૌથી મોટો સસ્પેન્સ પણ પૂરો થઈ ગયો છે કે મમતા દીદી ક્યાંથી ચૂંટણી લડશે? દીદી પોતાની પરંપરાગત અને સુરક્ષિત ગણાતી ‘ભવાનીપુર’ બેઠક પરથી જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉમેદવારોની આ યાદી જાહેર કરતી વખતે મમતા બેનર્જી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા અને તેમણે ભાજપ તેમજ ચૂંટણી પંચ બંનેને આડે હાથ લીધા હતા. તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો છે કે આ ચૂંટણીમાં TMC 226 થી પણ વધુ બેઠકો પર ભવ્ય જીત મેળવશે.
ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા મમતા બેનર્જીએ બંગાળની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું આ 294 ઉમેદવારોની યાદી ‘મા, માટી, માનુષ’ અને આપણી ‘બાંગ્લાર સંસ્કૃતિ’ ને સમર્પિત કરું છું.”
દીદીએ પોતાના ભાષણમાં ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા હતા.
ચૂંટણી પંચને કટાક્ષ: મમતાએ કટાક્ષ કરતા કહ્યું કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે “નિષ્પક્ષ રમત” રમી રહ્યું છે, તેમણે તો હવે સીધો ભાજપ માટે જ પ્રચાર કરવો જોઈએ.
ભાજપને ખુલ્લો પડકાર: ભાજપને સીધો પડકાર ફેંકતા તેમણે કહ્યું, “તમે શા માટે ડરો છો? જો તમારે ખરેખર લડવું જ હોય તો ગેસની કટોકટી જેવી સમસ્યાઓ ઊભી કરવાને બદલે યોગ્ય રીતે સીધા મેદાનમાં આવો. ચૂંટણી પંચે ભલે ગમે તેવી શાનદાર રમત રમી હોય, પણ ભાજપ પાસે અહી કોઈ તક નથી. આ વખતે તમારી બેઠકો ગત ચૂંટણી કરતા પણ ઘટી જશે.”
બંગાળના અસ્તિત્વની લડાઈ: તેમણે ઉમેર્યું કે આ ચૂંટણી પશ્ચિમ બંગાળના અસ્તિત્વને બચાવવાની લડાઈ છે અને અહી કોઈ પણ ભોગે ‘દિલ્હીનો લાડુ’ વેચાશે નહીં.
TMC ના મુખ્ય ઉમેદવારોની યાદી:
પાર્ટીએ જાહેર કરેલા કેટલાક મહત્વના ઉમેદવારો અને તેમની બેઠકો નીચે મુજબ છે:
- હાબરા: જ્યોતિપ્રિયા મલ્લિક
- અશોકનગર: નારાયણ ગોસ્વામી
- ભાટપરા: અમિત ગુપ્તા
- જગદ્દલ: સોમનાથ શ્યામ
- બેરકપુર: રાજ ચક્રવર્તી
- દમ દમ ઉત્તર: ચંદ્રિમા ભટ્ટાચાર્ય
- બારાસત: સબ્યસાચી દત્તા
- બિધાનનગર: સુજીત બોઝ
- નોઆપારા: ત્રિનંકુર ભટ્ટાચાર્ય
- રાજારહાટ-ગોપાલપુર: અદિતિ મુનશી
- રેજીનગર: અતાઉર રહેમાન
- નાઓડા: શાહિના મુમતાઝ
- ડોમકલ: હુમાયુ કબીર
- પલાશીપરા: રૂકબાનુર રહેમાન
- કરીમપુર: સોહમ ચક્રવર્તી
- શાંતિપુર: બ્રજકિશોર ગોસ્વામી
- રાણાઘાટ દક્ષિણ: સૌગત કુમાર બર્મન
- બગડા: મધુપૂર્ણા ઠાકુર
- બોનગાંવ ઉત્તર: બિસ્વજીત દાસ
- ચોપરા: હમીદુલ રહેમાન
- ઇસ્લામપુર: કન્હૈયાલાલ અગ્રવાલ
- હેમતાબાદ: સત્યજીત બર્મન
- રાયગંજ: કૃષ્ણા કલ્યાણી
- બાલુરઘાટ: અર્પિતા ઘોષ
- હરિરામપુર: બિપ્લબ મિત્રા
- ગાઝોલ: પ્રોસેનજીત દાસ
- ચંચલ: પ્રસુન બેનર્જી
- માલતીપુર: અબ્દુર રહીમ બોક્સી
- અંગ્રેજી બજાર: આશિષ કુંડુ
- સુજાપુર: સબીના યાસ્મીન
- જાંગીપુર: જાકીર હુસૈન
- સાગરદીઘી: બાયરન બિશ્વાસ
- મુર્શિદાબાદ: સયાની સિંહ રોય
- ખારગ્રામ: આશિષ મરજીત
- કાંડી: અપૂર્બા સરકાર
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: દેશમાં PNG કનેક્શનની નવી અરજીઓને માત્ર 24 કલાકની અંદર મંજૂરી, કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ
