
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોતા, વાડજ, અખબાર નગર, શાહીબાગ, ઇન્કમટેક્સ, SG હાઈવે, નવરંગપુરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સામાન્ય વરસાદમાં જ અનેક સ્થળે પાણી ભરાયા હતા. શ્યામલ, શિવરંજનીમાં પણ પાણી ભરાયા હતા.
અમદાવાદમાં મધરાતે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વાડજ, અખબારનગર, શાહીબાગ, ઈન્કમટેક્સ, પ્રહલાદનગર, બોપલ, ઘુમા, શીલજ, શેલા, માણેકબાગ, શ્યામલ, શિવરંજની, જોધપુર, વસ્ત્રાપુર, પકવાન, સોલા, સાયન્સ સિટી, ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા વરસાદે અમદાવાદ મનપા પ્રશાસનની પોલ ખોલી હતી. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સરસ્વતીમાં સવા બે ઈંચ, પાટણમાં 1.97 ઈંચ, આંકલાવમાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.81 ઈંચ, પોશીનામાં 1.77 ઈંચ, ઊંઝામાં 1.69 ઈંચ, આણંદમાં 1.69 ઈંચ, સિદ્ધપુર 1.54 ઈંચ, વિજાપુર 1.54 ઈંચ, મેઘરજ 1.50 ઈંચ, વડગામ 1.42 ઈંચ, હિંમતનગરમાં 1.42 ઈંચ, પાલનપુરમાં 1.38 ઈંચ, કડીમાં 1.38 ઈંચ, માણસામાં 1.10 ઈંચ, વિસનગરમાં 1.06 ઈંચ, બાયડમાં 1.06 ઈંચ, લુણાવાડામાં 1.06 ઈંચ, ધનસુરામાં 1.02 ઈંચ, અમીરગઢમાં 1 ઈંચ, પ્રાંતિજમાં 1 ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ, તલોદમાં 1 ઈંચ, દસાડામાં 1 ઈંચ, દાંતામાં 1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ, દહેગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા, વડનગર, હારીજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અડધા ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો, Ahmedabad: ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિનો શુભારંભ અમદાવાદમાં 31મેથી થશે
