ગુજરાતની આટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ અને ડૉગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ

8 schools in Gujarat have recently received bomb threats via email ગુજરાતની આઠ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ અને ડૉગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ

 ગુજરાતની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની 06 અને વડોદરાની 08 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ- અલગ ટીમોએ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે બોમ્બ સ્કવૉડ, ડૉગ સ્કવૉડની ટીમોને સાથે રાખી સ્કૂલોમાં તપાસ શરૂ કરી હતી. 

અમદાવાદની DAV ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઈટની એ- વન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. તે સિવાય વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલ, જીવન સાધના, શાનેન સ્કૂલ, નાલંદા સ્કૂલ અને વડોદરાની ડી.આર. અમીન, બ્રાઈટ ડે સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ મળતા અમદાવાદ,વડોદરાની સ્કૂલોમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વડોદરાની સ્કૂલે બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓને જાણ કરી હતી. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ ચૂકી છે. ઈ-મેઈલમાં ગુજરાત બનશે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો. અત્યાર સુધીમાં ક્યાંય પણ પોલીસના ચેકિંગમાં વાંધાજનક વસ્તુ મળી નથી. 

સ્કૂલોને ધમકી મળતા પોલીસની તપાસ

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી તપાસ કરી રહી છે. શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે.

ચિંતિત વાલીઓ સ્કૂલે પહોંચ્યા 

હાલ જે સ્કૂલોને ધમકી મળી તે સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. સ્કૂલોને ધમકી મળી હોવાના સમાચાર મળતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. વડોદરાની 5 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદની 6 સ્કૂલ

DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
એ વન સ્કૂલ, સેટેલાઇટ
અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
સંત કબીર, નવરંગપુરા
સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર

વડોદરાની 8 સ્કૂલ

ડી. આર. અમીન, વાસણા રોડ
ઉર્મી, સમાસાવલી
નાલંદા, વાઘોડિયા રોડ
બરોડા હાઈસ્કુલ, બગીખાના
નવયુગ, સમા
જીવન સાધના, નાઘરવાડા
AWS, ડભોઇ
શાનેન, ખોડિયારનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *