
વડોદરા સ્થિત GIPCL કંપનીના મુખ્ય અધિકારીને મેઈલથી આ ધમકી આપવામાં આવી હતી. વધુ મળતી માહિતી મુજબ થર્મલ,રીન્યુએબલ એનર્જી અને માઈન્સનું કામ આ કંપની દ્વારા કરવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સોલર પ્લાન્ટ પણ આ કંપની પાસે છે.
જોકે સમગ્ર ઘટનાને જાણ કંપની દ્વારા પોલીસને કરવામાં આવતા SOG,ક્રાઈમબ્રાંચ, PCB અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરુ કરી છે.
આ અંગે ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે જે મેઇલ મળ્યો છે તે જી આઈ પી સી એલ ના એમડીને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસની જાણ થતાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેઇલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો, Rajkot: પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ
