
ઉત્તરપ્રદેશમાં આજે ફરી ધમકીઓ ભર્યા મેઈલ મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. જી હાં અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ધમકીભર્યા મેઈલમાં લખ્યું હતું, મંદિરની સુરક્ષા વધારો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. હાલમાં અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આવા ધમકીભર્યા મેઈલ મળતાની સાથે અયોધ્યામાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું અને વિગતવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તો બીજી તરફ બારાબંકી, ચંદૌલી જેવા અન્ય જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા કારણ કે આ જિલ્લાઓના ડીએમને પણ મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે. હવે સાયબર સેલે આ મેઇલ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેથી મેઇલ મોકલનારની ઓળખ કરી શકાય.
આ પણ વાંચો, Weather update: આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, કેટલો પડશે વરસાદ? આવી ગઈ IMDની પહેલી મોટી આગાહી
