Site icon Time News

Delhi: દિલ્હીમાં 5 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેજરીવાલે કહ્યું ભાજપનું ‘જંગલરાજ’

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે અર્થાત બુધવારે સવારે દિલ્હીની 5 ખાનગી શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. સ્કૂલોને ખાલી કરાવવામાં આવી હતી. દિલ્હીની શાળાઓમાં ઇમેઇલ દ્વારા બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી છે. કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકીઓ તપાસમાં ખોટી સાબિત થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતત ત્રણ દિવસથી મળેલી ધમકીઓ અંગે ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે, ભાજપ દિલ્હીમાં જંગલ રાજ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં ચાર એન્જિનવાળી સરકાર છે, પરંતુ કોઈને ચિંતા નથી.

ભાજપની ચાર એન્જિનવાળી સરકારો નિષ્ફળ ગઈ

કેજરીવાલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આજે સતત ત્રીજા દિવસે, ફરી એકવાર દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળી છે. દિલ્હીના લોકો અને તેમના બાળકોની ના તો ગૃહમંત્રી અમિત શાહજી ચિંતા છે કે ના તો તેમની ચાર એન્જિનવાળી સરકારોને. ભાજપ દિલ્હીને જંગલ રાજ બનાવવા માટે તૈયાર છે.’ કેજરીવાલે એક દિવસ પહેલા પણ આ ધમકી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ભાજપની ચાર એન્જિનવાળી સરકારો નિષ્ફળ ગઈ છે.

આમ આદમી પાર્ટીએ પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્ર અને દિલ્હીની ભાજપ સરકાર ક્યારે જાગશે?’ અત્યાર સુધી પોલીસ કોઈ સુરાગ શોધી શકી નથી. જો કોઈ એક ધમકી સાચી નીકળી તો જવાબદાર કોણ? આ અંગે પાર્ટીએ કહ્યું કે, ‘સતત ત્રીજા દિવસે દિલ્હીમાં શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી રહી છે પરંતુ ભાજપની પોલીસ અને તપાસ એજન્સીઓ અત્યાર સુધી એક પણ સુરાગ શોધી શકી નથી. ભાજપે પોલીસ અને તેની બધી તપાસ એજન્સીઓને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને હેરાન કરવામાં અને તેમને નકલી કેસોમાં ફસાવવામાં વ્યસ્ત રાખી છે. જો ભૂલથી કોઈ એક દિવસ પણ એક ધમકી સાચી નીકળી અને અકસ્માત થાય તો આ માટે કોણ જવાબદાર રહેશે? 
 
દિલ્હીના દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલમાં બોમ્બ ધમકીનો ઈમેલ મળ્યા બાદ ફાયર વિભાગને સવારે 5:26 વાગ્યે તેની જાણ કરવામાં આવી હતી. વસંત કુંજમાં વસંત વેલી સ્કૂલને સવારે 6:30 વાગ્યે, હૌઝ ખાસમાં મધર ઈન્ટરનેશનલને સવારે 8:12 વાગ્યે અને પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલને સવારે 8:11 વાગ્યે ધમકીનો ઈમેલ મળ્યો હતો. 

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લોધી એસ્ટેટમાં સરદાર પટેલ વિદ્યાલયને પણ ધમકીનો ઈમેલ મળ્યો હતો. શાળાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. વાલીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં શાળાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આજે સવારે મળેલી બોમ્બ ધમકીને કારણે અને પોલીસની સલાહ મુજબ સરદાર પટેલ વિદ્યાલય આજે બંધ રહેશે. બોમ્બ સ્ક્વોડ પરિસરની સંપૂર્ણ તપાસ કરી રહી છે.’

આ પણ વાંચો, Gandhinagar: કડી- વિસાવદરના ધારાસભ્યોએ લીધા પદના શપથ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version