Site icon Time News

ભૂકંપની સળગતી ધરા પર બેઠું છે ગુજરાતનું આ નાનકડું શહેર! 19 દિવસમાં આવ્યા 21 ભૂકંપના આંચકા

Oplus_131072

કચ્છ-સૌરાષ્ટ્ર હાલ ભૂકંપની સળગતી ધરા પર બેઠું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું એક શહેર એવું છે, જેની ધરતી સતત ભૂકંપના આંચકાથી ડચકા ખાઈ રહી છે. છેલ્લા 19 દિવસમાં ઉપલેટા-મધ્યમમાં 21 ભરતીકંપના આંચકા નોંધાયા છે. સૌથી વધુ ઉપલેટા, ભાયા, પોરબંદર, તાલાલા, અમરેલી, ભાવનગર પંથકમાં આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 2.5 થી 3.6 સુધીની નોંધાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોલ્ટ લાઈન સક્રિય થઇ તેના કારણે આંચકા આવી રહ્યાં છે.

કચ્છમાં 17 જાન્યુઆરી રાત્રે 1:22 વાગ્યે ખાવડા પાસે (55 કિમી NNE) ભૂકંપ આવ્યો હતા. આ કારણે લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ કોઈ જાનમાલનું નુકસાન નથી થયું.

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છની ધરા સતત ધ્રુજી રહી છે. જે 2001 ના વિનાશકારી ભૂકંપની યાદ અપાવી રહી છે. 2001 ભૂકંપની 25મી વર્ષગાંઠ પહેલાં ધરા સતતત ધ્રુજવાનું શું સંકેત અને કારણ હોઈ શકે. 26 જાન્યુઆરી 2001ના 7.7 તીવ્રતાના વિનાશક ભૂકંપની યાદમાં, છેલ્લા દિવસોમાં કચ્છમાં વારંવાર હળવા આંચકા નોંધાયા છે.

Exit mobile version