Site icon Time News

Class 10 results declared: ધોરણ 10નું આટલા ટકા પરિણામ જાહેર, મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા રિઝલ્ટ

 ધો. 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં  મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયું છે. ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.  ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ જાહેર થયું છે. 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આ્વ્યું છે.  રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55 છે તો રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459 છે. ધો. 10માં  ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ મારી બાજી મારી છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જાહેર થયું છે તો  ધો. 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા જાહેર થયું છે. 

 ગયા વર્ષે 82.56 ટકા  પરિણામ આવ્યું હતું.  2025માં 8 લાખ 92 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી,રાજકોટમાં સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારના દીકરાએ ધોરણ 10ના પરિણામમાં માર્યું મેદાન. સમીર ગોહેલ નામના વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ રેંક મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.

વેબસાઇટથી પરિણામ આ રીતે કરો ચેક

GSEBની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ

ગુજરાત SSC Result પર કિલક કરો

રિઝલ્ટ લીંકમાં રોલ નંબર એન્ટર કરો

બાદ આપને માર્કશીટ જોવા મળશે જેને ડાઉનલોડ કરી શકો છો

આ પણ વાંચો, Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ધમાકો, લાહોરમાં થયા સળંગ ત્રણ બ્લાસ્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version