Site icon Time News

અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમને લઈ આ રસ્તાઓ રહેશે બંધ, અહીં જાણો વૈકલ્પિક રુટ

Oplus_131072

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાત લેવાના હોવાથી શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં PM મોદી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેવાના છે. બંને VVIP મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ વિસ્તારને ખાસ સુરક્ષા ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

સોમવારના દિવસે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જોકે, આશ્રમ રોડ યથાવત ચાલુ રહેશે.

ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. વાહનચાલકો વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ, ત્યારબાદ ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ બ્રિજ, ટાઉનહોલ અને પાલડી તરફ જઈ શકશે.

આ તરફ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા પતંગ મહોત્સવ માટે 1 સંયુક્ત પોલીસ કમિશનર, 6 ડીસીપી સહિત લગભગ 4000 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તહેનાત રહેશે. નહેરુબ્રિજ અને ગાંધીબ્રિજ પર તેમજ આસપાસના ધાબા પોઈન્ટ્સ પર 50 થી વધુ ચેતક અને એનએસજી કમાન્ડોઝને મુકવામાં આવશે.

Exit mobile version