
ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ તરફ પાકિસ્તાને ફરી એકવાર દેશના અનેક સ્થળો ઉપર નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. આ બધાની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં હુમલાનો પ્રયાસ કરતાં હવે ભારતીય સેનાએ પણ ત્રિનેત્ર ખોલી દીધા છે. આ સાથે હાલ થલ સેના, વાયુ સેના અને નૌ સેના દ્વારા પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવામાં આવી રહ્યો છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોહાલી વહીવટી તંત્રે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. આજે રાત્રે 8 વાગ્યાથી શહેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્રે એક આદેશ જારી કરીને કહ્યું કે બધી દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવી. આ ઉપરાંત રસ્તાઓ અને ઇમારતો પર લગાવેલા તમામ ગ્લો સાઇનબોર્ડ બંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો, Gandhidham: વિજ્ઞાન જાથાએ ભુઈની 30 વર્ષની ધતિંગલીલાનો પર્દાફાશ કર્યો, કંકુથી સ્વસ્નાન કરાવતી ભુઈનો ભાંડાફોડ
