Site icon Time News

તહેવારોની રજામાં તસ્કરોનો તરખાટ, કટરથી તિજોરી કાપીને 20 કરોડથી વધુના હીરાની ચોરી

તહેવારોની રજાના સમયમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ચોરીના બનાવે હીરા ઉદ્યોગમાં ચકચાર મચાવી દીધી છે. તસ્કરો કંપનીની ઓફિસની તિજોરી કટર વડે કાપી 20 કરોડથી વધુના રફ હીરા અને રોકડની સાથે સાથે CCTV-DVR પણ લઈને ફરાર થઇ ગયા. બનાવની જાણ થતાં જ DCP, ACP અને શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ બનાવ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કપૂરવાડી ખાતેની કંપનીના ચોથા માળે થયો છે. તસ્કરો રજા દરમિયાન 15થી 17 ઓગસ્ટ વચ્ચે અવસરનો લાભ ઉઠાવીને આ ચોરી કરી હતી. 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને 18 તારીખની સવારે તેઓએ કંપની પર પહોંચતા તિજોરી કાપવામાં આવી હોવાનો અને રફ હીરા તેમજ રોકડની ચોરી થયાનો નોંધાવ્યો.

તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના પુરાવાઓ દૂર કરવા માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરા તોડી અને DVR પણ ઉઠાવી ગયા. આ મામલે પોલીસે આસપાસના વિસ્તારમાં આવેલ CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે, જેથી તસ્કરો અંગેની માહિતી મળી શકે. આ ઘટનાને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થાના પ્રમાણ પર પ્રશ્ન ઉઠ્યો છે.

સુરત DCP આલોક કુમારનું કહેવું છે કે, તસ્કરો પાસે ગેસ કટર મશીન હતું અને તિજોરી કાપી ચોરી કરી હતી. કેટલીક ટાઇલ્સ તૂટી ગયા છે, જેનાથી અંદાજે શકાય છે કે તેઓ કોઈ વાહન દ્વારા આવ્યા હતા. પોલીસ ઇનપુટ્સ, CDR અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે મળીને તપાસને સઘન બનાવી રહી છે. હાલ માલિકના હિસાબ મુજબ 20 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતું હીરા અને રોકડ તસ્કરો સાથે ગાયબ છે. પોલીસે FIR દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે અને તસ્કરોને ઝડપવાની કામગીરી ચાલુ છે.

Exit mobile version