Site icon Time News

‘ઓપરેશન મહાદેવ’માં માર્યા ગયેલા આતંકીઓ પહેલગામ હુમલાખોર નહોતા’, સંરક્ષણ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી સતત તેની ચર્ચા ચાલી રહી છે. આતંકીઓને સબક શિખવાડતા આતંકીઓના ઠેકાણા ઉપર ભારતે ઓપરેશન સિંદૂર થકી બદલો લીધો હતો. ત્યાર બાદ પહેલગામમાં ધર્મ પૂછીને ગોળીઓ ચલાવનારા આતંકીઓનું ઓપરેશન મહાદેવ થકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું. તેવી રજૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કરી હતી. પરંતુ ઓપરેશન મહાદેવમાં માર્યા ગયા આતંકવાદીઓ પહેલગામના હુમલાખોર નહોતા. સંરક્ષણ મંત્રાલયે આ બાબતની સ્પષ્ટતા કરતું નિવેદન આપ્યું છે. 

સેનાએ ઓપરેશન મહાદેવ વિશે આવી કોઈ પુષ્ટિ કરી નથી. મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર ભ્રામક છે. સેનાની કોઈ અધિકૃત ચેનલે આવો દાવો કર્યો નથી. પરંતુ સંસદમાં અમિત શાહે કહ્યું હતું કે, આ ત્રણ આતંકીઓ જ પહેલગામ હુમલાના દોષી છે. તેઓ પાકિસ્તાની નાગરિક હતા. તેમની પાસેથી ઈલેક્શન કાર્ડ પણ મળ્યા છે. 
જણાવી દઈએ કે લોકસભામાં પણ ઓપરેશન સિંદૂરનો મુદ્દો ગાજ્યો હતો. લોકસભામાં આ મુદ્દે ચર્ચા થતાં વિપક્ષે અનેક સવાલો કર્યા હતા. જેના જવાબમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે “પહલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા, ધર્મ પૂછીને તેમના પરિવારોની સામે તેમની હત્યા કરવામાં આવી, આ હત્યાઓ ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી. હું આની સખત નિંદા કરું છું અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “ઓપરેશન મહાદેવ ચલાવીને ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. 

લોકસભામાં અમિત શાહે શું કહ્યું 

લોકસભામાં વિપક્ષની માંગ થતાં ઓપરેશન સિંદૂર વિશે ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિપક્ષે અનેક સવાલો કરીને મોદી સરકારને ઘેરી હતી. અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, 2005થી 2011 દરમિયાન આતંકવાદીઓએ 27 ઘૃણાસ્પદ હુમલા કર્યા. જેમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા. અમિત શાહે કહ્યું કે ગઈકાલે આ લોકો કહેતા હતા કે, બૈસરનના ગુનેગારો પાકિસ્તાન ભાગી ગયા. તેમણે કહ્યું કે તેઓ (વિરોધીઓ) પૂછી રહ્યા હતા કે, બૈસરનના આતંકવાદીઓ ક્યાં ગયા, તો હું તમને કહીશ કે આપણી સેનાએ તેમને ઠોકી દીધા.

બાટલા હાઉસ ઘટના પર સોનિયાજી રડ્યા હતા

હું રાહુલ ગાંધીને પડકાર ફેંકું છું કે, તેઓ ગૃહમાં ઉભા રહીને દેશના લોકોને આ વાત જણાવે. તેમણે કંઈ કર્યું નહીં. અહીં તેઓ કહે છે કે, તમારા સમયમાં પણ ઘટનાઓ બની હતી, હું તેમને તફાવત સમજાવીશ. હવે કાશ્મીરમાં આતંકવાદીઓ બનતા નથી. તેમને પાકિસ્તાનથી આતંકવાદીઓ મોકલવા પડે છે. મેં એક વખત સલમાન ખુર્શીદને સોનિયા ગાંધીના ઘરમાંથી રડતા બહાર આવતા જોયા હતા. બાટલા હાઉસ ઘટના પર સોનિયાજી રડ્યા હતા. જો તેમને રડવું જ હતું, તો શહીદ મોહન સિંહ માટે રડવું જોઈતું હતું. જેઓ આતંકવાદીઓ માટે રડે છે તેમને આતંકવાદ વિશે પૂછવાનો કોઈ અધિકાર નથી. 

પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે – અમિત શાહ

અમિત શાહે કહ્યું કે નેહરુએ સુરક્ષા પરિષદના સભ્યપદ માટેના અમેરિકન પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે, અમે તેને સ્વીકારી શકતા નથી. એનાથી ચીન જેવા મહાન દેશને નુકસાન થશે. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન સાથે કયા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે આપણા સૈનિકો ડોકલામમાં ચીન સાથે સામસામે બેઠા હતા, ત્યારે રાહુલ ગાંધી ચીની રાજદૂત સાથે મુલાકાત કરી રહ્યા હતા. ગાંધી પરિવારનો ચીન પ્રત્યેનો પ્રેમ ત્રણ પેઢીઓથી ઓછો થયો નથી. પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે.

Exit mobile version