Site icon Time News

Weather Update: ગુજરાતીઓ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! વધશે ગરમીનો પારો, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદવાસીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો.. 12 માર્ચ સુધી હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી વ્યક્ત કરી છે.. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે.. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી પર પહોંચી ગયું છે.. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે જણાવ્યું છે કે, આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ છે. રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે. દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં હીટવેવની ચેતવણી છે.

આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને, ભાવનગરમાં યેલો અલર્ટ રહેશે. 12 માર્ચ સુધી ઉષ્ણ લહેરની ચેતવણી છે.

આ પણ વાંચો, Performance Assessment: આ વર્ષે જોઇએ છે સારામાં સારું અપ્રેઝલ? તો અપનાવો આ ટિપ્સ, બોસ થઇ જશે રાજીના રેડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version