
HSC પ્રોડક્શન બેનર હેઠળ નિર્માતા અને દિગ્દર્શક તરીકે ચિન્મય મહેતાની એક નવી અને આઘુનિક હોરર કોમેડી ફિલ્મ તંત્રમ નું ટીઝર અને દમદાર પોસ્ટર રિલીઝ આજરોજ કરવામાં આવ્યું…આ ફિલ્મ એક અલગ વિષય પર બનેલી છે..
સમાજમાં વર્ષોથી જે ચાલી રહેલી સમસ્યા પ્રોબ્લેમ છે કે દરેક ફેમિલીને છોકરા જોઇએ છે… આજે એક પત્ની જો એકલાં લગ્ન પછી જો ખુશ રહેવા માગતા હોય તો તેમનાં પર તેમના ફેમિલી અથવા સમાજ દ્વારા પેસર કરવામાં એટલી હદે આવે છે કે જેની જોડે રૂપિયા છે તેઓ ટેકનોલોજીના આ જમાનામાં મેડિકલ સાયન્સ તરફ વળે છે અને જેની જોડે રૂપિયા નથી મિડલ ક્લાસ અથવા ગરીબ ફેમિલી તેઓને આ સેવાઓના ખચા પહોંચી ના વળતા અંઘશ્રદ્ધા તરફ વળે છે અને પછી તેઓ બાળક લાવવા ગમે તે રસ્તા પર જતા હોય છે તેવો એક કિસ્સો એક અંદાજમાં સસ્પેન્સ,હોરર અને કોમેડી રીતે દર્શાવતી ફિલ્મ એટલે તંત્રમ
બાળક ભગવાનની આપેલી એક સુંદર ભેટ છે પણ જો તે ન આવે તો જીવનમાં હતાશ કે દુઃખી થવાની જરૂર નથી હોતી પણ તેને મેડિકલ સાયન્સના ઉપચાર કરી તથા કોઈ અનાથ બાળકને દત્તક લઇને પણ આ ખુશી પ્રાપ્ત કરી શકાય તે સુંદર વિષય દર્શાવતી ફિલ્મ એટલે તંત્રમ
જો ટીઝર આટલું ભયંકર છે તો ટ્રેલર અને ફિલ્મ કેવી હશે તે આગળના સમયમાં જોવાનું રહેશે
આ ફિલ્મમાં અભિનેતા તરીકે આકાશ ઝાલા, અભિનેત્રી અમી ગરાછ,
,અભિનેતા ચિન્મય મહેતા અને
પરમેશ્વર સિરસિકર જોડાયેલા છે…
અભિનેતા આકાશ ઝાલાને અનેક હોરર અને કોમેડી ફિલ્મોમાં જોયા પછી આ ફિલ્મમાં તેમનો અલગ અંદાજમાં રોલ જોવાની તમને મજા આવશે
