આવતીકાલે રવિવારે શેરબજાર ખુલ્લું રહેશે, પણ સમય ખાસ જાણી લેજો!

દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું કેન્દ્રીય બજેટ સામાન્ય લોકોથી લઈને રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે મોટી ઈવેન્ટ હોય છે. આ દિવસે સરકાર સ્પષ્ટ કરે છે કે આવતા વર્ષે તેની નીતિઓનું ફોકસ કયા સેક્ટર્સ પર રહેશે. આ વખતનું બજેટ ખાસ છે કારણ કે 1999 પછી પ્રથમ વખત બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે.
સામાન્ય રીતે રવિવારે શેર માર્કેટ બંધ રહે છે, તેથી શેર અને કોમોડિટી માર્કેટને લઈને રોકાણકારોમાં બેચેની વધવી સ્વાભાવિક છે. તેથી સવાલ એ છે કે 1 ફેબ્રુઆરી 2026ના બજેટના દિવસે માર્કેટ ખુલ્લું રહેશે કે બંધ. ચાલો જાણીએ.
રવિવારે પણ ખુલ્લું રહેશે માર્કેટ
સ્ટોક એક્સચેન્જો તરફથી જારી કરાયેલા પરિપત્ર મુજબ, 1 ફેબ્રુઆરી એટલે કે બજેટના દિવસે ભારતીય શેર માર્કેટ ખુલ્લું રહેશે. BSE અને NSE બંનેમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજાશે. ટ્રેડિંગનો સમય સામાન્ય દિવસો જેવો જ રહેશે. જોકે, NSEએ કહ્યું છે કે, તે દિવસે T+0 સેટલમેન્ટની સુવિધા ઉપલબ્ધ નહીં હોય, કારણ કે તેને સેટલમેન્ટ હોલીડે માનવામાં આવ્યું છે.
ઇક્વિટી માર્કેટનો સમય
પ્રી-ઓપન સેશન સવારે 9:00 વાગ્યે શરૂ થઈને સવારે 9:08 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સામાન્ય ટ્રેડિંગ સેશન સવારે 09:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 03:30 વાગ્યે સમાપ્ત થશે.
કોમોડિટી માર્કેટ પણ ખુલ્લું રહેશે
માત્ર શેર માર્કેટ જ નહીં, પરંતુ કોમોડિટી માર્કેટ પણ બજેટના દિવસે મોર્નિંગ સેશન માટે ખુલ્લું રહેશે. MCXના પરિપત્ર મુજબ, બજેટના દિવસે રવિવારે સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું છે. MCX સ્પેશિયલ ટ્રેડિંગ સેશન સવારે 08:45 વાગ્યા શરૂ થઈને 08:59 વાગ્યે સમાપ્ત થશે. તો ટ્રેડિંગ સેશન સવાર 09:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 05:00 વાગ્યે સમાપ્ત થશે. ક્લાઈન્ટ કોડ મોડિફિકેશન સેશન સવારે 09:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 05:15 વાગ્યે સમાપ્ત થશે.
બજેટ પહેલાં માર્કેટનો મૂડ હાલમાં સાવચેતીભર્યો જોવા મળ્યો છે. આ મહિને અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી 50માં ૩ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારના સેશનમાં પણ માર્કેટ દબાણમાં રહ્યું હતું.