
આજે વર્ષ 2025 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. 31 ડિસેમ્બરના રોજ BSE સેન્સેક્સ 118 પોઈન્ટના વધારા સાથે 8479આજે વર્ષ 2025 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. 31 ડિસેમ્બરના રોજ BSE સેન્સેક્સ 118 પોઈન્ટના વધારા સાથે 84793 પર ખુલ્યો હતો. NSE નિફ્ટી પણ 32 પોઈન્ટ ઉછળીને 25971 પર ખુલ્યો હતો.3 પર ખુલ્યો હતો. NSE નિફ્ટી પણ 32 પોઈન્ટ ઉછળીને 25971 પર ખુલ્યો હતો.
આ સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલા ઉછાળા અંગે એક્સપર્ટ કહે છે એશિયન શેરબજારો છેલ્લા છ વર્ષમાં તેમના સૌથી મજબૂત વાર્ષિક પ્રદર્શનના માર્ગ પર છે. જેનું મુખ્ય કારણ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે આવેલો ઉછાળો છે. તો બીજી તરફ વોલ સ્ટ્રીટ પર મંગળવારે શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે વર્ષના અંત પહેલા મોટાભાગના રોકાણકારોએ તેમની પોઝિશન બંધ કરી દીધી હતી. તેમ છતાં S&P 500 વાર્ષિક 17 ટકાથી વધુના વધારા સાથે બંધ થવાની તૈયારીમાં છે.
વર્ષ 2025માં મૂળવાં ધાતુઓ એટલે કે સોના અને ચાંદીએ નિવેશકોને ભરપૂર રિટર્ન આપ્યું છે. નિવેશકોને ચાંદીએ માલામાલ કરી દીધા છે. સોનું આ વર્ષે અત્યાર સુધીમાં 66 ટકા વધ્યું છે. જે 1979 પછીનો સૌથી મોટો વાર્ષિક નફો છે. જ્યારે ચાંદીમાં 157 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. વિશ્વની અન્ય કરન્સીની સરખામણીમાં અમેરિકી ડોલર ઇન્ડેક્સ 0.19 ટકા વધીને 98.19 પર પહોંચ્યો છે. આમ છતાં લગભગ 10 ટકાના વાર્ષિક ઘટાડા સાથે ડોલર વર્ષ 2017 પછીના તેના સૌથી ખરાબ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યો છે.
