Site icon Time News

અમદાવાદના સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ પાસે સાબરમતીના ધસમસતા પાણી, કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા

રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સાબરમતી નદીમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે, અને અમદાવાદમાં પણ સાબરમતી નદીમાં નવા નરી આવ્યા છે. સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરમાં પાણીની આવક થઈ.અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં 60 હજાર ક્યુસેકથી વધુની પાણીની આવક થઈ છે..સુભાષ બ્રિજ પાસેના રિવરફ્રન્ટ પાસેથી ધસમસતા પાણી વહી રહ્યા છે.

ગઈકાલે જ તંત્રએ વાસણા બેરેજના 25 ગેટ છ ફૂટ ખોલી નાખ્યા હતા.અને આજે વાસણા બેરેજમાંથી 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તકેદારીના ભાગ રૂપે સાબરમતી નદી નજીકના અમદાવાદ ગ્રામ્ય ખેડા, નડીયાદ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે.

Exit mobile version