
આવતી કાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકાશે. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી.
ધોરણ 10નું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. આ સિવાય વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ જાણી શકાશે.
