ગરમીને લઈ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આટલી ભયાનક ડિગ્રીએ જશે પારો

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા દર્શાવી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ વધુ રહેવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિવસ દરમિયાન તડકો અત્યંત તીવ્ર રહેવાના કારણે લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકોને વધુ સાવધાની રાખવા જણાવ્યું છે. પૂરતું પાણી પીવું, સીધી ધુપથી બચવું અને જરૂર હોય ત્યારે જ બહાર નીકળવું જેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ:BCCI ₹131 કરોડ આપશે, ખેલાડીઓ, સ્ટાફ અને સિલેક્ટર્સને અભિનંદન પાઠવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *