
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ અને ભરુચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો અને ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ સહિત આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત આણંદ, ભરૂચ, સુરેંદ્રનગર, ભાવનગરમાં બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. લો પ્રેશર સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં છે.
આ પણ વાંચો, અમદાવાદ-લંડન પછી દિલ્હી-પેરિસની એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, જાણો શું છે કારણ
