
શ્રી ચંદ્રેશ કોટક (IAS), નાયબ મહાનિદેશક – સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ તરીકે કાર્યરત છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે તેઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને અમદાવાદ જિલ્લા પંચાયત, અમદાવાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, તેમજ વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી તેઓશ્રીને સોંપવામાં આવી છે.
આ બેઠકોમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ નીચે મુજબ સંપર્ક કરી શકે છે.
ટેલિફોનિક સંપર્ક: 7383016699
રૂબરૂ મુલાકાત માટેનું સ્થળ
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ઈસરો સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ.
કાલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારા ખુલાસા! 😳
ગંભીર આક્ષેપોએ રાજકારણમાં મચાવ્યો ખળભળાટ…
https://www.instagram.com/reel/DXB0yBojjVN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
શું છે આ આખી હકીકત? કોણ છે પાછળ?
👉 સત્ય જાણવા માટે આ વીડિયો જરૂર જુઓ!
આ પણ વાંચો: તુલા રાશિ માટે શુભ દિવસ, જાણો અન્ય રાશિનો આજનો દિવસ, શું કહે છે આપની કિસ્મતનું કાર્ડ
