Site icon Time News

સરકારે બદલ્યા પેકેજિંગના નિયમો, ટૂથપેસ્ટથી લઈ સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ વેજ છે કે નોનવેજ જાણવું થશે સરળ

માર્કેટમાંથી ખાવા પીવાની કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે ગ્રાહકો તેના પર લાલ અને લીલા રંગનું નિશાન જોતા હોય છે. આ નિશાની દર્શાવે છે કે તે વસ્તુ વેજ છે કે નોનવેજ. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ફક્ત ખાવા પીવાની વસ્તુ પર જ નહીં ટૂથપેસ્ટ, સાબુ સહિતની વસ્તુઓ પર પણ વેજ-નોન વેજનું નિશાન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

વિવિધ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સરકારે પ્રોડક્ટ પેકેજીંગના લેબલિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર 21 સપ્ટેમ્બર અને સોમવારથી લાગુ પણ થઈ ગયા છે. નવા ફેરફાર અંતર્ગત દરેક પ્રકારના પ્રોડક્ટ પર ગ્રીન ડોટ અને રેડ અથવા બ્રાઉન ડોટ લગાડવું ફરજિયાત હશે. આ નિશાન ક્યાં રાખવું તે અંગે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે જેથી ગ્રાહકોને જાણકારી સરળતાથી મળી રહે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2021 માં સંશોધન કરવામાં આવ્યું છે. આ નવા નિયમ અનુસાર વસ્તુ વેજ છે કે નોનવેજ તે દર્શાવતું લીલું અને લાલ નિશાન પેકેટની મુખ્ય ડિસ્પ્લે પેનલની ઉપર જ લગાડવામાં આવશે. લાલ અને લીલા રંગનું વેજ નોનવેજ દર્શાવતું નિશાન પેકેટની ઉપર લગાડવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગ્રાહક ખરીદી કરતી વખતે સરળતાથી જાણી શકે કે વસ્તુ વેજ છે કે નોનવેજ. આ નિયમ રોજના વપરાશની દરેક વસ્તુ પર લાગુ થશે. જેમ કે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ ઉપરાંત કોસ્મેટિક્સ વસ્તુ અને ટોયલેટરી આઈટમ્સ પર પણ વેજ અને નોનવેજનું નિશાન લગાડવું ફરજીયાત હશે. જેથી ગ્રાહકો વસ્તુની ખરીદી કરતી વખતે સરળતાથી જાણી શકે કે તે ખરીદે છે તે વસ્તુ કેવી છે?

નિયમમાં ફેરફાર શા માટે કરાયો ?

સરકાર તરફથી પેકેજીંગના નિયમોમાં કરેલા ફેરફારનું મુખ્ય કારણ એ છે કે પેકેજીંગ પર ઉત્પાદન સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી વધારે સ્પષ્ટતા સાથે લખવામાં આવે અને તે વસ્તુ જાણવામાં ગ્રાહકોને સરળતા રહે. પેકેટની ઉપર જ વેજ અને નોનવેજ નું નિશાન હોવાથી ગ્રાહકો સરળતાથી વસ્તુ વિશે જાણકારી મેળવી શકશે. આ સિવાય કોસ્મેટિક્સ અને પર્સનલ કેર ઉત્પાદનો પર પણ આ જાણકારી આપવી ફરજીયાત હશે જેથી લોકો તેમને કઈ વસ્તુનો ઉપયોગ કરવો છે તે સરળતાથી નક્કી કરી શકે. 

નવા નિયમો 21 સપ્ટેમ્બર થી જ લાગુ કરી દેવામાં આવ્યા છે જેના કારણે સંબંધિત ઉત્પાદનોના નિર્માતા અને વિક્રેતાઓએ લેબલિંગ ના નિયમનું પાલન કરવું અનિવાર્ય રહેશે. એટલે કે બજારમાં જે પણ વસ્તુ વેચાણ માટે આવશે તેના પર શાકાહારી કે માંસાહારી વસ્તુની ઓળખ કરતું લીલા રંગનું નિશાન અથવા તો લાલ રંગનું નિશાન હોવું ફરજિયાત છે. 

મહત્વપૂર્ણ છે કે આ નોટિફિકેશનમાં ખાસ કરીને સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, કોસ્મેટિક વસ્તુઓ અને ટોયલેટરીઝને સામેલ કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણય પછી કંપનીએ પોતાના પ્રોડક્ટના પેકેજીંગમાં ફેરફાર કરવો પડશે. નવું પેકેજીંગ આવશે તેમાં ગ્રાહકોને સરળતાથી ખબર પડી જશે કે તે જે વસ્તુ ખરીદે છે તે વેજ છે કે નોનવેજ. આ નિયમથી શરૂઆતમાં કંપનીઓને થોડી સમસ્યા થઈ શકે છે પરંતુ લાંબા સમયે તેમને પણ આ નિયમનો ફાયદો જોવા મળશે તેવું નિષ્ણાતોનું માનવું છે. 

કલર કોડેડ સિમ્બલ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે રાખવાનો નિયમ એટલા માટે પણ લેવામાં આવ્યો છે કે ગ્રાહક જ્યારે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, જેવી વસ્તુઓની ખરીદી કરે તો તેને ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચીને પૂરી જાણકારી મેળવવાની જરૂર ન પડે. વસ્તુ પર લગાવેલા વેજ અને નોનવેજના સિમ્બોલથી જ ગ્રાહકને ખબર પડી જાય કે તેણે ખરીદેલી વસ્તુ વેજ છે કે નોનવેજ.

Exit mobile version