Site icon Time News

ફ્રી UPI પેમેન્ટના દિવસો પૂરા થયા! ખુદ RBI ગવર્નરે આપ્યા આ સંકેત, તો શું હવે Gpay-Phonepe માટે ચાર્જ ચૂકવવો પડશે?

ભારતમાં UPI નો ઉપયોગ કરોડો લોકો પોતાના રોજિંદા જીવનમાં કરે છે. આ સરળ પેમેન્ટ સિસ્ટમથી લોકોને ઝડપી પેમેન્ટની સુવિધા વધુ સુલભ બની છે. પરંતુ હવે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યો છે કે UPI દ્વારા પેમેન્ટ હવે ફ્રી નહીં રહે. એક મીડિયા ઇવેન્ટમાં તેમણે કહ્યું કે,, હાલમાં UPI સિસ્ટમ કોઈપણ ચાર્જ વગર કામ કરે છે, એટલે કે, યુઝર્સને તેના માટે કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. જો કે, સરકાર બેંકો અને અન્ય પાર્ટનર્સને સબસિડી આપે છે જેથી UPI સિસ્ટમ રીઅલ ટાઇમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરળતાથી ચલાવી શકે. તેમણે આગળ જણાવ્યું કે, ભારત ડિજિટલ પેમેન્ટ્સને સુરક્ષિત અને વધુ સુલભ બનાવવા માટે કમિટેડ છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિરતાને અવગણી ન શકાય, આવી સ્થિતિમાં કોઈને તો ખર્ચ ચૂકવવો જ પડશે.

આપને જણાવી દઇએ કે, ભારતમાં UPIનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, આવા સમયે RBI ગવર્નરે આવા ખર્ચનો ઉલ્લેખ કરતા કંઇક મોટું થવાની શક્યતાઓને વધારે વેગ આપ્યો છે. માત્ર બે વર્ષમાં, UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શનની સંખ્યા લગભગ બમણી થઈને 31 કરોડથી વધીને 60 કરોડથી વધારે પહોંચી ગણ છે. આ ઝડપી ગ્રોથે બેકએન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રેશર ઊભું કર્યું છે, જેમાંથી મોટાભાગની બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા મેઇન્ટેન કરવામાં આવે છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ઝીરો હોવાથી સરકારને UPI દ્વારા ટ્રાન્જેક્શન પર કોઈ આવક મળતી નથી. આ કારણે ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ માને છે કે આ મોડેલ લાંબા સમય સુધી આર્થિક રીતે સધ્ધર નહીં રહી શકે.

આ પણ વાંચો. http://આત્મવિલોપનની ચીમકી બાદ ભાવનગરના મેયરનો યુટર્ન! “મને મારી પાર્ટી ઉપર ગર્વ છે”

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version