
ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની ચર્ચાઓ ઝડપથી ફેલાઈ રહી હતી. આ મુદ્દે હવે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરીને તમામ અફવાઓને ખંડન કર્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇંધણના ભાવ વધારવા અંગે સરકાર પાસે હાલ કોઈપણ પ્રકારનો પ્રસ્તાવ વિચારાધીન નથી.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રકારની ખોટી માહિતી લોકોમાં અનાવશ્યક ભય અને ગભરાટ ફેલાવવા માટે જ ફેલાવવામાં આવે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દે પોસ્ટ કરીને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આવી ભ્રામક માહિતીથી સાવચેત રહે અને માત્ર વિશ્વસનીય સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે.
આ સાથે સરકારે વધુમાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉલ્લેખતા જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉથલ-પાથલ હોવા છતાં, ભારતે પોતાના નાગરિકોને આર્થિક બોજમાંથી બચાવવા માટે ભાવ સ્થિર રાખવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે સરકારી તેલ કંપનીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
Asansolમાંથી સામે આવેલા વિઝ્યુઅલ્સમાં Agnimitra Paulની કારને તોડફોડ – https://www.instagram.com/reel/DXeWZ3KDDZH/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://‘યોગી આદિત્યનાથ જ હશે ભાજપનો ચહેરો’, નીતિન નવીને યુપી વિધાનસભા ચૂંટણી અંગે આપ્યા મોટા સંકેત
