
બિહારની રાજનીતિમાં ઘણી વાર એવા અવસર આવ્યા છે, જ્યારે શરુઆતી વલણોએ રાજકીય પાર્ટીઓને ઉત્સાહિત કરી દીધા, પણ અંતિમ પરિણામ આવતા-આવતા તસવીર એકદમ બદલાઈ ગઈ. બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. મતગણતરી શરુ થતાં જ ભાજપના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા અને જશ્નની તૈયારીઓ પણ શરુ કરી દીધી. પાર્ટી કાર્યાલયમાં કેટલાય કિલો લાડવા પણ બનાવી નાખ્યા, પણ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ, તસવીર બદલાઈ ગઈ અને જન સુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોર સતત લીડ બનાવતા રહ્યા. આ દ્રશ્ય રાજકીય જાણકારોને 2015ની વિધાનસભા ચૂંટણીની યાદ અપાવી દીધી. જ્યારે અંતિમ પરિણામ આવતા પહેલા જ ભાજપના કાર્યાલયમાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા, પણ સાંજ થતાં મહાગઠબંધને સ્પષ્ટ બહુમત મેળવી લીધો હતો.
2015માં ઉતાવળ ભારે પડી હતી: 2015ની વિધાનસભા ચૂંટણીમાં શરુઆતી વલણ દરમ્યાન ભાજપમાં ઉત્સાહનો માહોલ હતો. પટનામાં આવેલા કાર્યાલયમાં કાર્યકર્તાઓએ તો ફટાકડા ફોડવાના પણ શરુ કરી દીધા હતા. કેટલાય નેતાઓ જીતની ખુશીઓ મનાવી રહ્યા હતા. જો કે જેમ જેમ મતગણતરી આગળ વધી, મહાગઠબંધનની લીડ નિર્ણાયક સાબિત થઈ અને છેલ્લે નીતિશ-લાલૂની જોડીના મહાગઠબંધને પ્રચંડ જીત મેળવી. ભાજપના કાર્યાલયમાં સોપો પડી ગયો હતો.
બાંકીપુરમાં પણ એવો જ આત્મવિશ્વાસ દેખાયો: લગભગ 20 રાઉન્ડની મતગણતરી સુધી પ્રશાંત કિશોરે સતત લીડ બનાવેલી છે. તેઓ ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિન્હાથી લગભગ 15 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે. છતાં મતગણતરીના શરુઆતી રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તા જશ્નની તૈયારી કરતા દેખાયા હતા. પાર્ટી કાર્યાલયમાં લાડવા પણ બનાવી નાખ્યા હતા, જેથી જીતની ખુશીમાં મીઠાઈ વહેંચી શકાય. જો કે રુઝાનોમાં ધીમે ધીમે અલગ કહાની લખાવાની શરુ થઈ અને ભાજપની આશા પર પાણી ફરતું દેખાવા લાગ્યું.
2015 અને 2026ની આ બંને તસવીરોમાં એક સમાનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને અવસર પર અંતિમ પરિણામ આવતા પહેલા ઉત્સવની તૈયારી શરુ કરી દીધી. ફરક ખાલી એટલો જ છે કે 2015માં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, જ્યારે આ વખતે લાડવા તૈયાર થઈ રહ્યા હતા. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણી રાજનીતિમાં શરુઆતી રુઝાનોના આધાર પર જશ્ન મનાવવો ઘણી વાર જોખમભર્યું સાબિત થાય છે. મતગણતરી દરમ્યાન દરેક રાઉન્ડ સાથે સમીકરણ બદલાઈ શકે છે અને અંતિમ પરિણામ આવે ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ.
બાંકીપુર ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. જો અંતિમ પરિણામ પણ શરુઆતી રુઝાન અનુરુપ રહ્યા અને પ્રશાંત કિશોર જીત નોંધાવે છે તો આ ખાલી એક સીટનું પરિણામ નહીં હોય, પણ બિહારની બદલાતી રાજનીતિના સંકેત પણ માનવામાં આવે છે. જો ભાજપ વાપસી કરે છે તો શરુઆતી વલણ અને અંતિમ પરિણામ વચ્ચે ઉત્તાર-ચઢાવની આ કહાની અલગ રુપ લેશે. હાલમાં મતગણતરી ચાલુ છે અને અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે. પણ એટલું તો નક્કી છે કે બાંકીપુર પેટાચૂંટણીના પરિણામોએ ફરી એક વાર 2015ની એ તસવીરને ચર્ચામાં લાવી દીધી છે.
