
2026 ના પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામોમાં એક બહુ મોટો અને ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. એક તરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની આખી પાર્ટીની કારમી હાર થઈ છે, તો બીજી તરફ ખુદ મુખ્યમંત્રી અને પાર્ટીના વડા મમતા બેનર્જી પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી. કોલકાતાની સૌથી હાઈપ્રોફાઈલ મનાતી ભવાનીપુર બેઠક પર ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,105 મતોના મોટા અંતરથી હરાવીને તેમનો વ્યક્તિગત પરાજય કર્યો છે. બંગાળના રાજકારણમાં આ પરિણામ એક બહુ મોટો સંદેશ આપી રહ્યું છે.
ભવાનીપુર વિધાનસભા બેઠક આમ તો મમતા બેનર્જીનો સૌથી સુરક્ષિત ગઢ માનવામાં આવતી હતી અને અગાઉ પણ તેઓ અહીંથી જંગી બહુમતીથી ચૂંટણી જીતતા આવ્યા છે. એટલે જ પોતાના જ ગઢમાં મળેલી આ હાર TMC અને મમતા બેનર્જી બંને માટે બહુ મોટો ફટકો છે. મતગણતરીના શરૂઆતના ટ્રેન્ડ્સમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જોરદાર કાંટાની ટક્કર ચાલી રહી હતી અને બંને વારાફરતી આગળ-પાછળ થઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક રાઉન્ડમાં સુવેન્દુ અધિકારીએ ધીમે ધીમે એકતરફી લીડ બનાવી લીધી અને અંતે મમતાને હરાવી દીધા.
આ હાઈ-વોલ્ટેજ બેઠકના આંકડા પર નજર કરીએ તો, ભવાનીપુરની જનતાએ ભાજપના સુવેન્દુ અધિકારી પર પસંદગી ઉતારતા તેમને 73,917 મત આપ્યા. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને 58,812 મતોથી જ સંતોષ માનવો પડ્યો. આમ, 15,105 મતોના સ્પષ્ટ માર્જિનથી સુવેન્દુની શાનદાર જીત થઈ. આ બંને વચ્ચે જંગ કેટલો સીધો હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, ત્રીજા અને ચોથા ક્રમે રહેલા ઉમેદવારોને અનુક્રમે માત્ર 3,556 અને 1,257 મત જ મળી શક્યા છે.
રાજકીય નિષ્ણાતોના મતે, આ વખતે બંગાળમાં સત્તા વિરોધી લહેર (એન્ટી-ઇન્કમ્બન્સી) ધીમે ધીમે મજબૂત બની રહી હતી. રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થા, સ્થાનિક સ્તરના વણઉકેલ્યા પ્રશ્નો અને તેની સામે ભાજપની એકદમ આક્રમક રણનીતિએ આખા ચૂંટણી સમીકરણો TMC ની વિરુદ્ધમાં ફેરવી નાખ્યા. આ ઉપરાંત, ભાજપની મજબૂત સંગઠનાત્મક તાકાત અને કેન્દ્રીય નેતૃત્વના મોટા પાયે કરાયેલા પ્રચારે પણ જનતા પર ઊંડો પ્રભાવ પાડ્યો, જેનું પરિણામ આ કારમી હાર અને સત્તા પરિવર્તનના રૂપમાં સામે આવ્યું છે.
દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં આજે 5 મે વહેલી સવારથી વાતાવરણમાં પલટો – https://www.instagram.com/reel/DX8w3Z8uT-S/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://મમતાનો સાથ છોડી બન્યા BJPના ખાસ, બંગાળમાં મુખ્યમંત્રીની રેસમાં સામેલ સુવેન્દુ અધિકારી કોણ છે?
