Site icon Time News

BHUJ: ‘સરહદ પાર કર્યા વગર આતંકીઓના ઠેકાણા ઉડાવ્યા’, ભૂજમાં રાજનાથ સિંહ

જમ્મુ-કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પાકિસ્તાન દ્વારા કચ્છમાં ડ્રોન હુમલાના પ્રયાસો થયા હતા ત્યારે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. 

રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, દુનિયાએ તણાવ વચ્ચે ભારતની તાકાત જોઇ છે, મને જવાનો પ્રત્યે ગર્વ છે. બ્રહ્મોસ મિલાઈલની તાકાતને પાકિસ્તાને જોઈ લીધી છે. ભારત માત્ર વિદેશમાંથી ઈમ્પોર્ટ કરેલાં હથિયાર ઉપર નિર્ભર નથી. રાજનાથસિંહે જણાવ્યું કે, ગઇકાલે હું શ્રીનગરમાં સેનાના જવાનોને મળ્યો હતો અને આજે તમને મળ્યો. મને તમારા પ્રત્યે ખુબ ગર્વની લાગણી અનુભવાય છે. ઓપરેશન સિંદૂરનું નામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ ઓપરેશનમાં તમે લોકોએ જે કર્યું એ કાબિલેદાદ છે.

આતંકવાદ વિરૂદ્ધ ચલાવેલા આ અભિયાનનું નેતૃત્વ એરફોર્સએ કર્યું છે. ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા છે. હું તમામ જવાનોને અભિનંદન આપુ છું. ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પરાક્રમ જ નથી દેખાડ્યું પણ દુનિયાને પ્રમાણ પણ આપ્યું છે કે, હવે જૂનું નહીં નવું ભારત છે.

આ પણ વાંચો, Entertainment: એડિન રોઝનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના, જુઓ તસવીરો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version