Site icon Time News

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા પછી સૌથી મોટો આતંકવાદી હુમલો, 26નાં મોત:ઈઝરાયલ-ઈટાલીના પ્રવાસી સામેલ,લશ્કરે હુમલાની જવાબદારી લીધી

Oplus_131072

મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે. આમાં 2 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
શરૂઆતમાં વહીવટીતંત્રે ફક્ત એક જ મૃત્યુની પુષ્ટિ કરી હતી, લગભગ 4 કલાક પછી તેમણે 26 મૃત્યુ સ્વીકાર્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા એક પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી અને ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ પર ગોળીબાર કરીને ભાગી ગયા.

લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ઘટના પહેલગામના બૈસરન ખીણમાં બની હતી, જેમાં 20 લોકો ઘાયલ પણ થયા હતા. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે.

આ પણ વાંચો, UPSCનું ફાઇનલ પરિણામ થયું જાહેર, ટોપ 30માં ત્રણ ગુજરાતી ઉમેદવાર સામેલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version