Site icon Time News

ટેલિગ્રામ પર લાગેલો અસ્થાયી પ્રતિબંઘ નહિ હટે, હાઇકોર્ટનો મોટો નિર્ણય

ગુરુવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ એપ સંબંધિત અનેક ટેક્નિકલ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે પરીક્ષા પહેલાં કેટલીક અસામાજિક  તત્વો દ્વારા આ એપનો દુરુપયોગ થવાની શક્યતા છે, જેના કારણે પરીક્ષાની ગોપનીયતા અને નિષ્પક્ષતા પર અસર પડી શકે છે.

ટેલિગ્રામ એપ પર લાગેલી અસ્થાયી પ્રતિબંધ સામે એપ દ્વારા કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઇકોર્ટે નામંજૂર કરી દીધી છે. NEET UG રી-એગ્ઝામ પહેલાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ટેલિગ્રામે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેને હાઇકોર્ટે શુક્રવારે (19 જૂન, 2026) નામંજૂર કર્યો. આ નિર્ણય જસ્ટિસ તેજસ કારિયાની સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો.

કોર્ટએ અરજી નામંજૂર કરતાં કહ્યું કે સરકારનો નિર્ણય અસંગત કહી શકાય નહીં. ગયા મહિને 3 મેના રોજ NEET UGની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ બાદમાં પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તથા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સરકારે 3 મેની પરીક્ષા રદ કરી દીધી હતી.

હવે 21 જૂને ફરીથી પરીક્ષા યોજાવાની છે, તેથી સરકાર તમામ પ્રકારની સાવચેતી રાખી રહી છે જેથી ફરી આવી ઘટના ન બને. આ જ કારણસર સંભાવિત જોખમને ધ્યાનમાં રાખીને સરકારે ટેલિગ્રામ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.

Exit mobile version