Site icon Time News

તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે, સુપ્રીમ કોર્ટે જામીન આપી 1 કરોડ જમા કરાવવા આદેશ આપ્યો

 અમદાવાદના બહુ ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તત્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરાયા છે. જોકે, જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની શરતો સામે આવી છે. જેમાં જામીન બોન્ડ તરીકે રૂ.1 કરોડ જમા કરાવવા SC દ્વારા લેખિત આદેશ કરાયો છે. તેમજ 15 દિવસમાં રકમ જમા કરાવવા નિર્દેશ કરાયો છે. 

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે. આરોપીના વકીલ આઈએચ સૈયદ અને જીલ શાહે સુપ્રીમ કોર્ટમાં જામીન કન્ફર્મ કર્યા. આરોપી તથ્ય પટેલ અંદાજે 2 વર્ષ 10 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે. 

19 જુલાઈ, 2023 ના રોજ મોડી રાતે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પાસે ફુલ સ્પીડમાં કાર ચલાવીને 9 લોકોના જીવ તથ્ય પટેલે લીધા હતા. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત નિપજ્યા હતા. ત્યાં હાજર લોકોએ આ ઘટના બાદ તેને માર માર્યો હતો. આ ઘટનાની અસર માત્ર ગુજરાતમાં જ હિ, પરંતું સમગ્ર દેશમાં પડી હતી. પોલીસે આરોપી તથ્ય પટેલની ધરપકડ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે તેને રેગ્યુલર જામીન આપ્યા છે, હવે તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે. 

1 કરોડ મૃતકોના પરિવારજનોને અપાશે 
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજુર કર્યા છે. તો રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે સહમતિ દર્શાવી છે. જોકે, હજી સુધી સાબરમતી જેલને કોઈ લેખિત ઓર્ડર ના મળતા તથ્ય પટેલ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, આ રકમ મૃતકોના પરિવારજનોમાં વહેંચવામાં આવશે. 

તથ્ય પટેલના વકીલે કન્ફર્મ કર્યું કે, જામીન મળી ગયા છે. આ બાદ હવે તથ્ય પટેલ લગભગ સાડા ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ રેગ્યુલર જામીન પર મુક્ત થશે. 
 
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત હાઈકોર્ટે અનેકવાર તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા છે. જેને કારણે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 191 સાક્ષીઓમાંથી 29 ની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. ઈસ્કોન એક્સિડન્ટના મુખ્ય આરોપી તથ્ય પટેલ પર IPC સેક્શન 304 અંર્તગત કેસ ચલાવાયો હતો. 

તથ્ય પટેલ સામે 1984 પાનાની ચાર્જશીટ બની હતી 
તથ્ય પટેલ વિરુદ્ધ 18 નવેમ્બર, 2025 ના રોજ ચાર્જ ફ્રેમ કરાયો હતો. અકસ્માત બાદ પોલીસ તથ્ય પટેલની વિરુદ્ધ  IPC ની ધારા 337,504, 305, 506(2), 279, 114,308, 118 અને મોટર વ્હીકલ એક્ટની ધારા 134, 177 અને 189 અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

Exit mobile version