Site icon Time News

BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ કરાઇ સૌથી મોટી કાર્યવાહી, ગૃહ વિભાગને કરાયો રિપોર્ટ

બહુચર્ચિત BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ કરાઇ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવામાં આવશે. વિગતો મુજબ CID ક્રાઈમે ગૃહવિભાગને રીપોર્ટ કર્યો છે. જે બાદમાં હવે આગામી દિવસોએ ગૃહ વિભાગ જપ્તીના આદેશ આપશે.

BZ કૌભાંડ ને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપતિ જપ્ત કરવાં માટે કાર્યવાહી શરૂ કરાઇ છે. જે સંદર્ભે CID ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ કર્યો છે. ભૂપેન્દ્ર ઝાલા પાસેથી મળેલ સંપતિ જપ્ત કરવા માટે CID ક્રાઇમ રીપોર્ટ આપ્યો છે. નોંધનિય છે કે, અત્યાર સુધી 32 મિલકતો ભૂપેન્દ્ર ઝાલાની મળી છે. જેમાં 3 કાર અને 18 બેન્ક એકાઉન્ટની માહીતી ગૃહ વિભાગને મોકલાઈ છે. આ તરફ હવે ગૃહ વિભાગ આ સંપત્તિ જપ્ત કરવાં કાર્યવાહી કરશે તો કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સાબરકાંઠામાં BZ ગ્રુપ દ્વારા એક નાનકડી ઓફિસમાં ધંધો શરૂ કરવામાં આવે છે. પહેલા હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે ધંધાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે ઉત્તર ગુજરતાના અનેક વિસ્તારો સુધી પથરાઈ જાય છે. માણસ કોઈપણ ધંધાની શરૂઆત કરે ત્યારે એ ધંધો જામતા ઘણો સમય લાગે છે ત્યારે BZ ગ્રુપે એવું તો શું કર્યું કે થોડા સમયમાં જ એક બે નહીં પરંતુ 7 જિલ્લાઓમાં ઓફિસો ખુલી ગઈ હતી.

Exit mobile version