Site icon Time News

સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, રૂપા ગાંગુલી સહિત 2 ડેપ્યુટી સીએમ બનશે

પશ્ચિમ બંગાળની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ હવે નવી સરકારની રચનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સાંજે યોજાનારી વિધાનસભા પક્ષની બેઠક પછી સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ મેળવી છે. તેમણે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવીને રાજ્યની રાજનીતિમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે. એટલું જ નહીં નંદીગ્રામ બેઠક પરથી પણ તેમણે સતત બીજી વખત જીત મેળવી છે. 2021ની ચૂંટણીમાં પણ તેમણે મમતાને નંદીગ્રામમાં પરાજિત કર્યા હતા, જેના કારણે તેઓ ભાજપના સૌથી અસરકારક ચહેરા તરીકે ઉભર્યા છે.

નવી સરકારમાં ગૃહ મંત્રાલય પણ સુવેન્દુ અધિકારી પાસે જ રહેશે તેવી ચર્ચા ચાલી રહી છે. સરકારમાં બે નાયબ મુખ્યમંત્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

જાણીતી અભિનેત્રી અને ભાજપ નેતા રૂપા ગાંગુલીને ડેપ્યુટી સીએમ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવશે. જ્યારે બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે ઉત્તર બંગાળ, ખાસ કરીને દાર્જિલિંગ વિસ્તારના એક નેતાને સ્થાન આપવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જ્યો છે. 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી છે. એક બેઠક પર ફરી મતદાન થવાનું હોવાથી તેના પરિણામો 24 મેના રોજ જાહેર થશે, પરંતુ હાલની સ્થિતિમાં ભાજપની સરકાર રચાવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

🚨 પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર રચનાને લઈને રાજકીય ગરમાવો – https://www.instagram.com/reel/DYEVzdQzqfP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://વાડજ પોલીસની બેદરકારી? મેડિકલ ચેકઅપ કરાવી પરત લવાયેલો પોક્સોનો આરોપી ફરાર!

Exit mobile version