Site icon Time News

ગુજરાતમાં પણ બની એન્જીનીયર અતુલ સુભાષ જેવી ઘટના, પત્નીથી કંટાળી આત્મહત્યા પહેલા કહ્યું

Oplus_131072

ગુજરાતના બોટાદમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શખસે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને પરિવારજનોને તેને પાઠ ભણાવવાની વિનંતી કરી છે.

ગુજરાત પોલીસે શખ્સની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બેંગલુરૂમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ દેશના અલગ-અલગ વિસ્તારમાંથી આવા કેસ સામે આવી રહ્યા છે.
ગુજરાતના બોટાદમાં ઝમરાળા ગામમાં 39 વર્ષીય સુરેશ સુરેશ સાથળિયા સાથે લગ્ન બાજુના નવાગામની યુવતિ સાથે થયા હતાં. લગ્નના અમુક વર્ષો બાદ બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું. પતિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે, મારી પત્ની કોઈને કોઈ કારણોસર પિયર જતી રહે છે.

પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી
હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મે અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો, તો પત્નીએ પાછું આવવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો. તે મને માનસિક રીતે ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરૂ છું કે, આ માટે મારી પત્નીને પાઠ ભણાવજો. બાદમાં સુરેશે ઘરે આવી ગળે ફાંસો લગાવીને આપઘાત કરી દીધો હતો.

Exit mobile version