Site icon Time News

સુરેન્દ્રનગર ગરમીમાં શેકાયું, સતત બીજા દિવસે 44 ડિગ્રી તાપમાન સાથે બન્યુ સૌથી ગરમ શહેર

રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. મે મહિનામાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમી સતત વધી રહી છે. તાજા આંકડા પ્રમાણે, સતત બીજા દિવસે સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યુ છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરતાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. 

ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ હીટવેવની ગંભીર અસરો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું. હીટ સ્ટ્રોકથી બચવા માટે સતત પાણી પીવું, છાશ અને લીંબુ શરબત જેવા કુદરતી પેય પદાર્થોનું સેવન કરવું અને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. આગામી થોડા દિવસો સુધી ગરમીનું આ મોજું યથાવત રહેવાની શક્યતા છે.                                         

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

Exit mobile version