
સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણીના રહસ્યો હવે ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. તુષાર ઘેલાણીના પૂનમ ભદોરિયા નામની મહિલા સાથે 15 વર્ષથી સંબંધો હોવાનું ખૂલ્યું છે. બિલ્ડર આપઘાત કેસમાં પોલીસના 7 પાનાનાં એફિડેવિટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં તુષાર ઘેલાણીના સોગંધનામામાં પૂનમ ભદોરિયા દ્વારા અપાતા માનસિક ત્રાસ, મિલકત પડાવવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુરતના બિલ્ડર તુષાર ઘેલાની આપઘાત કેસમાં પૂનમના જામીનના વિરોધ સામે પોલીસે સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં પોલીસે એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો કે, પૂનમ દ્વારા તુષાર ઘેલાણી સામે આર્થિક શોષણના પુરાવા મળ્યા છે, હજી વધુ પુરાવા મળી શકે તેમ છે. તુષાર ઘેલાણી સાથે પૂનમના 15 વર્ષથી સંબંધ હતા. તેમજ બે દુકાનો પણ પૂનમના નામે મળી આવી છે. આ ઉપરાંત પૂનમની બહેન પ્રિયા પોલીસ સમક્ષ નિવેદન માટે હાજર થઈ નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને જામીન આપવા જોઈએ નહીં તેવી પોલીસે કોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી છે.
પોલીસે કરેલી એફિડેવિટ મુજબ, તુષાર ઘેલાણીને પૂનમ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એફિડેવિટમાં પૂનમની આર્થિક લાલચનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. પૂનમે તુષાર ઘેલાણીને ઈમોશનલ બ્લેકમેલ કરી હતી. આ રીતે તેણે શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી. એટલુ જ નહિ, તેણે બે દુકાનો પણ પોતાના નામે કરી લીધી હતી. જે અંદાજે 1.07 કરોડની કિંમતની છે. તે શાળાના નફામાંથી પણ રૂપિયા લેતી હતી.
એફિડેવિટમાં તુષાર ઘેલાણીના છેલ્લા શબ્દો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દીકરીના લગ્નના ચાર દિવસ પહેલા તુષાર ઘેલાણી બહુ જ હતાશ થઈ ગયા હતા. પરિવારે આ મામલે પૂછ્યું તો તેઓએ જણાવ્યું હતું કે, ‘પૂનમ લગ્નમાં ભવાડા કરવાની વાત કરે છે, તે બદનામ કરવાની ધમકી આપી રહી છે. તે રૂપિયા અને મિલકત માંગી રહી છે. આ લગ્ન પ્રસંગ પતી જાય બસ, હવે મારાથી જીવાતું નથી, હું હારી ગયો છું.’
એફિડેવિટમાં પૂનમ દ્વારા કરાયેલી માંગણીઓ અને લાલચ વિશે ઉલ્લેખ કરાયો છે. સાથે જ એ પણ લખાયું કે, તુષાર ઘેલાણીની કથળતી માનસિક સ્થિતિને પગલે તેમની બંને દીકરીઓ પૂનમના ઘરે ગઈ હતી, અને પૂનમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કહ્યું હતુ કે, પૂનમ તેમના પિતાને હેરાન કરવાનું બંધ કરી દે. છતાં પૂનમ માની ન હતી. તેણે દીકરીઓની વિનંતી પણ ન માની.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તુષાર ઘેલાણી અને પૂનમ ભદોરિયા વચ્ચે આર્થિક વ્યવહાર થયા હતા. માત્ર પૂનમ જ નહિ, તેના આખા પરિવારે તુષાર ઘેલાણી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. પૂનમ ભદોરિયાએ 6 વર્ષમાં 92 લાખ પગાર લીધો છે. 35 લાખ ઈન્ટ્રેસ્ટ પેટે પૂનમ ભોદરિયાએ લીધા છે. 57 લાખ 6 વર્ષમાં નફો બતાવ્યો છે. તો પૂનમ ભદોરિયાના માતા અને પિતા, તથા બહેનના ખાતામાં 40 હજાર પગાર દર મહિને જાય છે. અત્યાર સુધી આ એકાઉન્ટમાં 35 લાખ જમા થયા છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને અપાશે મફત સર્વાઈકલ કેન્સરની વેક્સિન, આરોગ્ય મંત્રીનું એલાન
